Friday, 21 December 2012

બોલો આને શું કહેવું ??????


અતો : તરુણભાઈ તમે ટીવી માં આવો છો ?
તરુણ : હા ભાઈ હું ટીવી માં આવું છું .
અતો : સારું સારું , પણ અમે એવી કોઈ માથાકૂટ માં ના પડીએ ભાઈ 
તરુણ :કેમ એમ ?
અતો : અમે તો બસ માં આવીએ ભાઈ !!!!!





@ભિખારી : સાહેબ ૫ રૂપિયા આપો ને
અમદાવાદી: અલ્યા મારી પાસે ૧૦૦ રૂપિયાની નોટ છે. પણ તારી પાસો ૯૫ રૂપિયા છુટા છે
ભિખારિ : ખુશ થઇને હા છે ને ?
અમદાવાદી: શાંતિ થી તો પહેલા એ વાપરને બકા

@એક ભાઈ ને પેટમાં bau જ દુખાવો ઉપડ્યો.doctor પાસે ગયા. doctor તેમને tapasya અને કીધું k તાત્કાલિક admit થઇ જાવ. operation કરવું પડશે. પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને check કર્યું અને doctor બોલ્યા k ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે gota જ છે.દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

@રાજકારણ ની એક party ની office માં આગ લાગી. એક party કાર્યકર્તા એ fire brigade ને ફોન કર્યો કે જલ્દી આવી જાવ અમારી office માં આગ લાગી છે. અને address લખાવ્યું. દશ minute પછી એ જ કાર્યકર્તા એ ફરીથી fire brigade ને call કર્યો K તમે નઈ આવતા ચાલશે..મેં પાર્ટી બદલી નાખી છે.

@બકો : મારે બસ સ્ટેન્ડ જવુ છે કેટલા લેશો?
રીક્ષા વાળો : ૩૦ રૂ. ભાડુ
બકો : ૩૦રૂ. ના હોય
રીક્ષા વાળો : સારુ ૨૦ આ૫જો
રાહુલ : ૨૦ ના હોય
રીક્ષા વાળો : ૧૦ આ૫જો
રાહુલે : આટલો બઘો ભાવમાં ફેર
રીક્ષા વાળો : ૩૦ રૂ. આપો તો સારા રસ્તે લઇ જવું.
૨૦ રૂ. આપો તો ખાડા વાળા રસ્તે લઇ જવુ અને
૧૦ રૂ. આપો તો તમે રીક્ષ ચલાવો અને હું બેસુ.............................

Tuesday, 28 August 2012

hahahahahaha 1-2-3>>>>>>>>>

hahahahah--1---
પત્ની : ડોક્ટર સાહેબ , મારા પતિખુબ સીરીયસ છે. પ્લીસ, કાઈ કરો ને?
ડોક્ટર: જુઓ બેન,તમારા પતિ ને માત્ર ઘર નું જ ખાવા નું આપો. અને તમારે પણ બહાર નું નહિ ખાવાનું. જેથી તેમને સારું લાગે. જયારે તેઓ સાંજે ઘરે આવે ત્યારે હમેશા મુડ સારો રાખવો, ગમે તેવા છણકા કરવા નહિ, તમારા પિયર ના પ્રોબ્લેમ વિષેચર્ચા પણ કરવી નહિ, તમારા પિયર માંથી કોઈને પણ તમારા ઘરે બોલાવવા નહિ, તથા સાંજના સમયમાં તેમને સમાચાર તથા મેચ જોવા દેવા, તમારે તમારી ફાલતું અને સાવ બકવાસ TV સેરીયલજોવી નહિ, કોઈ પણપ્રકાર નું શોપ્પીંગ કરવુંનહિ, આ બધું તમારે એક વર્ષ માટે કરવાનું છે. તો તેઓ ચોક્કસ સારા થઈ જશે.
પત્ની ઘરે પાછી આવે છે.
પતિ: સુ કહ્યું ડોકટરે?
પત્ની: હવે તમને કાયમ આવું જ રેહેશે , ક્યારેય સારું નહિ થાય.


ahahahahh--2--
લગ્ન પહેલાં સસરા છગને જમાઈ લલ્લુને પૂછ્‌યું, ‘‘જમાઈરાજ, તમારી કોઈ ખાસ માંગણી હોય, ઈચ્છા હોય તો કહી દો !’’

લલ્લુ વઘુ પડતો હોંશિયાર હતો. એ બોલ્યો, ‘‘સસરાજી, હું એવી વસ્તુ ઈચ્છું છું કે જે પેટ્રોલથી ચાલે, તમે અપાવી દો.’’

‘‘બસ, એમાં શું ? માંગી માંગીને આવું જ માંગ્યું ?’’ છગન બોલ્યો, ‘‘તમને એક ઈમ્પોટેર્ડ સિગારેટ લાઈટર આપીશું.’’


ahahahah--3---
નોકરિયાત : ‘મને પગાર વધારો કરી આપો.

મારી પાછળ ત્રણ કંપનીઓ પડી છે.’

શેઠ : ‘અચ્છા, કઈ કંપનીઓ છે ?’


નોકરિયાત : ‘ટેલિફોન, ઈલેક્ટ્રિક અને ગેસ કંપની.’



Friday, 24 August 2012

આ વાત છે ભાઈ !!!!!!

૧......ગાંધીજી એક નિર્દોષ માણસનો કેસ લડ્યા અને કોર્ટમાં જીતી ગયા, નિર્દોષ માણસ બચી ગયો પણ એને ગાંધીજીને સવાલ કર્યો :
ગાંધી બાપુ , આ તો સારું હતું કે તમે હતા એટલે હું બચી ગયો . પણ તમે ના હો ત્યારે અમને કોણ બચાવશે .
ગાંધીજી બોલ્યા મારા ફોટા વાળી નોટો



૨.........એક પુત્ર પિતાને વયોવૃદ્ધ જીવન અંગે પૂછી રહ્યો હતો
પુત્રઃ પપ્પા, એક વાત જણાવો કે, 70 વર્ષ પછીનું જીવનનો અનુભવ કેવો હોય?
પિતાઃ બેટા, ટૂંકમાં કહું તો કોઇ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલીસી માટે કોઇ ફોન આવતા નથી.
૩........એક પત્ની પોતાના પતિ ને ધમકી આપે છે.
જો મને નેકલેસ લાવી આપો નહિ તો હું આત્મહત્યા કરી લઈસ.
પતિ : તો તો હું પણ મરી જઈશ .
પત્ની : તમે કેમ મરી જસો.
પતિ : અપાર ખુશી મારાથી સહન નથી થતી.

Tuesday, 21 August 2012

હસવાની મનાઈ નથી


1.........શિક્ષકઃ સાઇકલોન કોને કહેવાય?
વિદ્યાર્થીઃ સાઇકલ ખરીદવા માટે આપણે જે લોન લઇએ છીએ તેને સાઇકલોન કહેવામાં આવે છે.


2..........ગુજરાતમાં એક સ્વિમિંગ પુલ ખાતે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સ્વિમિંગ પુલ ખાતે ડિરેક્ટર 100 ફૂટ પરથી કૂદકો મારવાનો સિન શૂટ કરતા હતા. ડિરેક્ટરે હીરોને કહ્યું કે તેણે 100 ફૂટ ઉપર બાંધેલા કેબિન પરથી નીચે કૂદકો મારવાનો છે.
આ વાત સાંભળીને હીરો ગભરાઇ ગયો અને બોલ્યો કે, મને તરતા નથી આવડતું.
ડિરેક્ટરઃ ચિંતા ના કર, સ્વિમિંગ પુલમાં પાણી નહીં હોય.

3...........એક ગુજરાતી બાપા તેના ફોરેઇન માં રેહતા દીકરાને : હાલો ! છગન છે ?
દીકરાની વાઈફ : ના તે ‘બાથ’ માં છે
બાપા : ઘડીક છૂટો મેલોને મારે વાત કરવી છે 
4.........એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ …
કંડકટર : નો મોર …,
એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..
5..........કોલેજના ક્લાસમાં વાંદરો આવીને બારી ઉપર બેઠો – એ જોઈ એક છોકરી બોલી :
‘સર, તમારા ભાઈ આવ્યા…’
સર : ‘બેન, જમાનો બદલાય ગયો છે, હવે તો નામથી બોલાવાય…!!

Sunday, 17 June 2012

કેટલીક નવી કહેવતો

૧. બહેરો બે વાર હસે - ચાઈના ની ફિલામેન્ટ બે વાર ઝબુકે....
૨.ગાય ને દોહી કુતરી ને પાવું -r .o . નું પાણી એક્વાગાર્ડ માં નાખવું.....
૩.વાંદરા ને નિસરણી મળવી - ફેસબુક પર girlfrnd મળવી....
૪.પેટ પર પાટુ મરવું - ધંધા ની વાટ લગાડવી...
૫.બોલે એના બોર વેચાય - intro લેવા જનાર નું જ સેટિંગ થાય (કોલેજ માં ).....
૬.ધીરજ ના ફળ મીઠા - ૨ મિનીટ માં મેગી ના થાય....(ભલે add માં બતાવે....)
૭.જીવ માં જીવ આવવો - પ્રેગ્નન્ટ હોવું.....
૮.ઘર ના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો - ઘરવાળી ને સાડી નઈ ને ઓફીસ વાળી ને જીન્સ ટી શર્ટ.....
૯.દાઝ્યા પર ડામ - પાઈલ્સ ને ઉપર થી બાઈક ની સીટ ગરમ....../ એક તો પાઈલ્સ ને ઉપરથી ભજીયા માં મરચું.....
૧૦.કાગ નું બેસવું ને ડાળ નું પડવું- પહેલીવાર લીફ્ટ આપી ને પેટ્રોલ નું ખૂટવું......

Saturday, 9 June 2012

-----------------------શુ વાત કરો છો ?------------------------

1.......ગાય અને બિલાડી બંને બહેનો છે.....
.
.
કેવી રીતે???
let me explain....
.
ગાય એ માતા છે અને બિલાડી માસી..
તો થઈને બંને બહેનો..!!!



2..........ડૉ.: તમને ક્યારેય ન્યુમોનિયા થી તકલીફ થઈ છે ?

છોટૂભા: હાં

ડો : ક્યારે ?

છોટૂભા :- સ્કૂલ માં જ્યારે ટીચરે સ્પેલિંગ પૂછ્યો ત્યારે



3.......‘મારા અને મારી પત્નીના વિચારો મળતા હોય છે.’

‘એ કેવી રીતે ? ટેલીપથી?’

‘ના. પહેલો એ વિચ ારે છે.

પછી હું પણ એ જ રીતે વિચારું છું.’

Friday, 8 June 2012

haal na haav-bhaav ne kaal na vartara ---vinay dave


દિવસો નહીં, કલાકોના હિસાબે વધી રહેલી મોંઘવારીની ઉધ્ર્વગામી દોડ આમ ચાલુ રહી તો? એક કલ્પના...

મરદનાં દાઢી-મૂછની જેમ મોંઘવારી રોજેરોજ વધી રહી છે. બધી ચીજવસ્તુઓના ભાવ કચ્ચી કચ્ચીને બેકાબૂ થઇ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીની હાલત એકદમ સિરિયસ થઇ જાય ત્યારે ડોક્ટર જેમ હાથ ઊંચા કરી દે બરાબર એજ રીતે સરકારે ભાવવધારાની બાબતમાંહાથ અધ્ધરકરી દીધા છે. મોંઘવારી યાની કી ભાવવધારાએ આપણા બધાની લાઇફની વાટ લગાડી દીધી છે. (આટઆટલું થયા પછીયે આપણે ચૂં કે ચાં પણ નથી કરતા વાત જુદી છે.

પહેલાંના વખતમાં કોઇ વસ્તુની કિંમતમાં એકાદ-બે રૂપિયા પણ વધે તો સરકાર ઊથલી પડે એવાં આંદોલનો થતાંતાં એવું ઈતિહાસમાં નોંધાયેલું છે. જ્યારે અત્યારે?!) કાળઝાળ કરપીણ કાળમુખી મોંઘવારીને કારણે આપણી લાઇફસ્ટાઇલ યાની કીજીને કી રાહબદલાવા માંડી છે. થોડા વખતમાં આપણી ડે-ટુ-ડે લાઇફમાં ધરમૂળમાંથી ફેરફાર આવી જશે એવું લાગી રહ્યું છે. મોંઘવારી આપણી પાસે કેવા કેવા ખેલ કરાવશે એના વિશે થોડુંસોચીલઇએ.

કોઇ પોલીસ આપણને પકડે ત્યારે મોટેભાગે આપણે પચાસ-સો રૂપિયાનોતોડકરી છટકી જતા હોઇએ છીએ. એની જગ્યાએ હવે દૂધની ચાર કોથળી આપીસેટિંગકરવું પડશે. સરકારી ઓફિસમાં કામ કરાવવા માટેઅંડર ટેબલનો વહેવાર કરવો પડતો હોય છે. જેમાં હવે હજાર રૂપિયા રોકડાની જગ્યાએ ત્રણ કિલો રેશમપટી મરચું અને ચાર કિલો ધાણાજીરું આપી પતાવટ કરવી પડશે. (આખી વાતમસાલેદારલાગે છે ને બોસ?!) ક્યાંક કોઇ મોટા ઓફિસરને ફાઇલ પાસ કરી આપવા માટે ઘી કે તેલનો ડબો એમના ચરણે ધરવો પડશે તો કોઇક અફસર બાબુને તુવેરની દાળનાકટ્ટાનો ભોગ ચડાવવો પડશે.

દિવાળી સમયે મીઠાઇના પેકેટની જગ્યાએ અથવા તો ડ્રાયફ્રૂટના બોક્સની જગ્યાએ ડુંગળી, બટાકા, ટમેટાંની થેલીઓની ભેટ મોકલવી પડશે. આજકાલ નેતાઓને રૂપિયાની નોટોના હાર બનાવી પહેરાવવામાં આવે છે. એની જગ્યાએ હવેથી ભીંડા, રિંગણાં, દૂધી, કાકડી બાંધી હાર પહેરાવવામાં આવશે. (જેની કિંમત હજારની નોટોના હારથી પણ વધારે થઇ જશે, લખી રાખો બોસ...!) લગ્નમાં ચાંદલા તરીકે રોકડા કવર આપવાની જગ્યાએ બટર-ચીઝ-પનીરનાં પેકેટ આપવામાં આવશે. દીકરીઓને કરિયાવરમાં ઘઉં, ચોખાની ગૂણો-‘બોરીઓઆપવામાં આવશે. (દહેજના લાલચુઓ તો ત્યારે પણ નહીં સુધરે. એમની ડિમાન્ડ ફ્રજિ, ટીવી, મોટર વગેરેમાંથી બદલાઇને આવી ગૂણોમાં થશે. દર વર્ષે લોકો આવી ગુણોની માગણી પણ કરશે અને આવીભયંકરમાગણી કરવા બદલ એમને જેલની સજા પણ થશે).

પત્ની કે પ્રિયતમાને રીઝવવા માટેપુષ્પગુચ્છ’ (ગજરો, યાર!) આપવાની જગ્યાએ પાલક-મેથીની ભાજીની ઝૂડીને બુકેની જેમ બેય હાથમાં પકડી સ્નેહપૂર્વક ધરવાનો રિવાજ શરૂ થશે. વેલેન્ટાઇન-ડેના દિવસે રેડ-રોઝ આપવાની પ્રથા બંધ થશે તેની જગ્યાએ પ્રેમીજનો એકબીજાને કોબી-ફ્લાવર આપી અને પ્રેમનોઇકરાર ઇઝહારકરશે. ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડને બર્થડે ગિફ્ટમાં ટિંડોડા, ફણસી, કંકોડા, પરવળ ગિફ્ટ પેક કરીને આપવામાં આવશે.

જાહેર સમારંભમાં શાલ ઓઢાડી-આખું કોળું આપી સન્માન કરવામાં આવશે. શાકભાજી અને કરિયાવરની વસ્તુઓના ભાવ એટલા ભયંકર વધી ગયા છે કે એમની દુકાનની બહાર સશસ્ત્ર ચોકીદાર ઊભા રાખવા પડશે. શાક-બકાલું લઇને નીકળનારા શાકની લારીવાળાઓની સાથે મશીનગન સજજ બ્લેક-કેટ કમાન્ડો કરડાકીથી દોડતા હશે. આજકાલ તો સોનાના હાર-અછોડા તોડીને બાઇક પર ભાગી જનારા ગુંડાઓનો આતંક છે, પણ થોડા સમયમાં શાકની થેલીઓ આંચકી જનારી ગેંગ અસ્તિત્વમાં આવી જશે.

મોટી બેંકો મકાન-ગાડી લેવા માટે લોન આપે છે તેવી રીતે વરસનું કરિયાણું-અનાજ ભરવા માટે લોન આપશે અને બેંકોની બહાર પાટિયાં મારેલાં હશે કેઅમારે ત્યાંથી ઘઉં-ચોખા-દાર માટે લોન મલસે...’ પેટ્રોલના ભાવ તો એવા ભયંકર વધી જશે કે લોકો બેંકના લોકરમાં પેટ્રોલની બોટલ ભરીને મૂકી આવશે. અત્યારે લોકો સોનાની લગડીઓ લઇને મૂકીદે છે, તેમ ટૂંક સમયમાં લોકો પેટ્રોલના કેરબા ભરી કોલ્ડસ્ટોરેજમાં મૂકી દેશે. લોકો ગળામાં જેમ હીરાનું પેન્ડન્ટ પહેરીને ફરે છે તેવી રીતે ટૂંક સમયમાં બધા દવાની નાની-નાની શીશીઓમાં ચમચી ચમચી પેટ્રોલ ભરી ગળામાં હારથી જેમ પહેરીનેદેખાડાકરતાં ફરતાં નજરે ચડશે.

લસણ-ડુંગળીના ભાવ તો ફાટીને એવા ધુમાડે ગયા છે કે થોડા વખતમાં જેના મોઢામાંથી ડુંગળી-લસણની વાસ આવતી હશે એને કરોડપતિ ગણવામાં આવશે. મારા વાલીડાંવ બધીયે વસ્તુના ભાવ આટલા બધા વધી ગયા છે ત્યારથી ઢોર-પ્રાણીઓ પક્ષીઓની ઇષ્ર્યા નથી થતી...?? સાલું, આના કરતાં તો વલ્કલ પહેરીને ઝાડ-પાન ખાવા સારા. ખરું કે નહીં...?!

vinaydave61@hotmail.com

La-ફ્ટર, વિનય દવે