(1) રોજ લડાઈ ઝગડાથી હેરાન થઇને નેતાની પત્નીએ તેને કહ્યું
“હું ગૃહિણી પદથી રાજીનામું આપું છું.”
નેતાજીએ જવાબ આપ્યો
“બીજી વ્યવસ્થાના થાય ત્યાં સુધી તારા પદ પર બની રહે.”
(2) છગન: ડોક્ટર સાહેબ , ડોક્ટર સાહેબ, જલ્દી ઘરે આવો
ડોક્ટર: શું થયું છગનલાલ? તમે લાલ પીળા કેમ થઇ ગયા છો ?
છગન: અરે સાહેબ, ચંપા એ ભૂલ થી દવા ને બદલે પેટ્રોલ ભરેલી બોટલ પી લીધી છે અને ઘર માં દોડા દોડી કરી મૂકી છે
ડોક્ટર: અરે છગનભાઈ, ચિંતા ના કરો
છગન: અરે સાહેબ, તો હવે ચંપા ને શાંત કેમ પાડવી ? હેઠા બેસવાનું નામ નથી લેતી
ડોક્ટર: પેટ્રોલ ની અસર છે, પેટ્રોલ પતશે એટલે ચંપાભાભી પણ અટકી જશે
(3) પીન્ટુ : દાદી નીંદર નથી આવતી ચાલો આપને વાતો કરીએ.
દાદી : ઠીક છે.
પીન્ટુ : દાદી શું આપને કાયમ પાંચ જણ જ રહેશું?
તમે,મમ્મી,પપ્પા,હું અને બહેન ?
દાદી : ના રે ના દીકરા તારા લગ્ન થાય જશે એટલે છ થઇ જશું.
પીન્ટુ : પછી બહેન સાસરે જતી રહશે એટલે ફરી પાંચ થઇ જશું.
દાદી : દીકરા પછી તને બાળક આવશે એટલે ફરી છ થઇ જશું.
પીન્ટુ : ફરી તમે મરી જશો એટલે ફરી પાંચ થઇ જશું.
દાદી : પીન્ટયા નાલાયક સુઈ જ ચુપ ચાપ.
No comments:
Post a Comment